Live Love Laugh...
14 Nov 2019

ચિંતા વિકારના પ્રકાર

ચિંતા વિકાર (Anxiety disorder) એક ઘણો સામાન્ય શબ્દ છે. જેનો ઉપયોગ અત્યંત ચિંતા કે ભયનું વર્ણન કરવા માટે થાય છે. જો કે ચિંતા વિકારના (Anxiety disorder) ઘણા પ્રકાર હોય છે. તેમના કેટલાક લક્ષણો એકબીજાથી અલગ પાડે છે.

Anxiety

સામાન્ય ચિંતા વિકાર
જ્યારે કોઈ વ્યક્તિ સ્થિતિનો ખ્યાલ રાખ્યા વગર ચિંતાગ્રસ્ત અને ભયમાં રહે છે તો તેને સામાન્ય ચિંતા વિકાર કહેવામાં આવે છે. GAD પીડિત વ્યક્તિને કેટલાક મહિનાઓ સુધી અસર કરે છે. તેની ચિંતાનું કારણ દૈનિક કાર્ય, પરિવાર, કામ, સ્વાસ્થ્ય અંગેનું હોઈ શકે. પાંચ મિનિટ મોડા પહોંચવું, જોઈએ એ બ્રાન્ડનું ડિટરજન્ટ ન મળવું, કારને સમારકામ માટે મોકલવી કે પછી મિત્રના નવા પ્રેમી સાથે વાત કરવી, આવી સામાન્ય બાબતો GADથી પીડિત વ્યક્તિ માટે પડકારરૂપ હોઈ શકે છે. આવી સ્થિતિ અંગે લોકોનું ખાસ ધ્યાન હોતું નથી. જે વાત બેચેની, ધ્યાન કેન્દ્રીત કરવામાં મુશ્કેલી, ઊંઘ ન આવવી અને સ્નાયુ દુખવા જેવા શારીરિક લક્ષણોથી છતી થાય છે

ગભરામણ
ગભરામણ (Panic Disorder) એ ટૂંકાગાળા માટે પેદા થતો ડરનો માહોલ છે. સામાન્ય રીતે આ પ્રકારનો અનુભવ ખતરો હકીકતમાં ન હોય તેવા સમયે થાય છે. ગભરામણનું કારણ વારંવાર મનમાં પેદા થતી ચિંતા હોય છે. જે થોડાક જ સમયમાં હાવી થઈ જાય છે. પરસેવો છૂટી જવો, હૃદયના ધબકારા વધી જવા, છાતીમાં દુખાવો થવો, અને બધું અસામાન્ય લાગવા જેવા લક્ષણો ગભરામણ છે. આફાત સામે ઝઝૂમવાની અને સંકટ પહેલા ચિંતાની ભાવનાનું પરિણામ છે. જેનો અર્થ એ થાય છે કે પીડિત વ્યક્તિ વધુ એક હુમલાની ઘટનાથી ગ્રસ્ત છે. વારંવાર બનતી આવી ઘટના હૃદયરોગ માટે કારણભૂત બને છે

Panic Disorder

જાહેર સ્થળો પર ડર લાગવો
ભીડભાળવાળી જગ્યાથી ડરતા (Agoraphobia) લોકો એવા સ્થળો પર ડરતા હોય છે જ્યાંથી સલામત રીતે નીકળવું મુશ્કેલ હોય છે. સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કરવામાં, ભીડભાળવાળી જગ્યા એ રહેવું તેમના માટે ચિંતા પેદા કરે છે. આવા લક્ષણો મહિનાઓ સુધી જોવા મળે છે પણ પીડિત વ્યક્તિ તેની અવગણના કરે છે. જાહેર સ્થળો પર ડર (Agoraphobia) પીડિત વ્યક્તિના અંગત, સામાજિક અને વ્યવસાયિક જીવનમાં ઘણી સમસ્યાઓને જન્મ આપે છે

ખાસ પ્રકારના ડર
ફોબિયાની વ્યાખ્યા તીવ્ર અને સતત ભયના અનુભવના સંદર્ભે કરવામાં આવે છે. જે કોઈ ખાસ વસ્તુ, સ્થિતિ કે ગતિવિધિના કારણે ઉદભવે છે. તર્કસંગત રીતે, ફોબિયાથી પીડિત લોકો જાણે છે કે તેમનો ડર વધારે છે, પણ એ લોકો નિશ્ચિંત હોય છે કે ડરને કેવી રીતે દૂર કરવામાં આવે. અને ડરનો સામનો કરવા માટે તેઓ કેટલાક પગલાં પણ લે છે. ઉડવાનો ડર, ઊંચાઈનો ડર, કરોળિયાનો ડર જેવા કેટલાક સામાન્ય ફોબિયા હોય છે.

સામાજિક ચિંતા વિકાર
એક વ્યક્તિ જે સામાજિક ચિંતાથી ગ્રસ્ત છે તેને સામાજિક ભય (phobia) પણ કહેવામાં આવે છે. કોઈપણ પ્રકારની સામાજિક સ્થિતિમાં તે પ્રતિકૂળતા સાથે સંબંધિત હોય છે. તે સાર્વજનિક રીતે ક્ષોભ, બહિષ્કાર, અપમાનિત અથવા જાહેર નિર્ણયથી ડરે છે. આ માટે તેઓ આવી પરિસ્થિતિથી બચતા ફરે છે અથવા તો તેમને સહન કરવું પડે છે. નવા લોકો સાથે મુલાકાત કરવી, જાહેરમાં બોલવું, ત્યાં સુધી કે કામના સમયે નવા લોકો સાથે બેઠક કરવી તેમના માટે મહામુશ્કેલી સાબિત થાય છે. સામાજિક ભય આપ મેળે જ શારીરિક રીતે અસર કરે છે. જે અત્યંત મોટો હુમલાનું કારણ બની શકે છે.ચિંતા વિકાર વિશે વધુ
ખાસ પરિસ્થિતિમાં મૌન, અલગ થવાની ચિંતાનો વિકાર, સંપત્તિની ચિંતાનો વિકાર એ વિકારના અન્ય પ્રકાર છે. પણ તે એક ખાસ સ્થિતિ છે. સામાન્ય રીતે ચિંતા વિકાર, અન્ય માનસિક વિકાર ખાસ કરીને તણાવને હાથો હાથ લાવે છે. મિશ્રિત ચિંતા અને તણાવના ઘણા લક્ષણો સરખા હોય છે.

ઘણીવાર ચિંતાગ્રસ્ત લોકો મદદ નથી માંગતા કારણકે તેમને ખ્યાલ જ નથી હોતો કે તેઓ વિકારથી પીડિત છે. જો કે હકીકતમાં તેની અસરકારક સારવાર શક્ય છે. ચિંતાનો ઉપચાર છે પણ તે પોતાની રીતે જ દૂર ન થઈ શકે. મોડું થાય તેના કરતાં શરૂઆતના તબક્કામાં થતી સારવાર સરળ હોય છે. જ્યારે તમારી ચિંતા તમારા કામ અને સંબંધોને અસર કરવા લાગે છે તે જ સમયે ડોકટરને બતાવવું જરૂરી બની જાય છે. જો તમે અથવા તમારા કોઈ પરિચિતમાં કોઈ ચિંતા વિકારના લક્ષણો જોવા મળી રહ્યા હોય તો યાદ રાખો કે વ્યવસાયિક મદદ હંમેશા ઉપલબ્ધ છે.

X