Live Love Laugh...
લેખ. 3 સપ્ટેમ્બર, 2018 ના રોજ પ્રકાશિત

સહાનુભૂતિ ધરાવતા અને કાળજી રાખનાર મિત્ર બનવાના 5 મા

Friends

મિત્રતા આપણા જીવન દરમિયાન સહાયના સૌથી નીકટ સ્ત્રોત પૈકીનો એક હોય છે. આપણે આ સંબંધનું નિર્માણ અને ઉછેર અત્યંત સહાનુભૂતિ અને વિશ્વાસની સાથે કરીએ છીએ. આ સંબંધ આપણા સામાજિક અને ભાવનાત્મક યોગ્યતામાં સુધારો કરી શકે છે, તેથી આપણા આત્મવિશ્વાસ અને માનસિક તંદુરસ્તીમાં સુધારો કરે છે. પરંતુ આ સફર હંમેશાં ગુલાબની ચાદર હોતી નથી. જ્યારે તમારા મિત્રોને સારું ન લાગતું હોય અથવા તેઓ ક્લિનકલી રીતે તણાવગ્રસ્ત હોય ત્યારે શું થાય છે ? શું તમારી દરમિયાનગીરી તેમને ઊંડી મુશ્કેલીમાં મૂકી રહી છે ? અહીં એવી બાબતોની યાદી આપવામાં આવી છે જેને તમે તમારા મિત્રને વધુ સારું લાગે તે માટે કહો છો પરંતુ તેનાથી તમારા મિત્રને વધુ ખરાબ લાગી શકે છે.


જ્યારે તમે કહો કેઃ “સાંભળ, આ બધુ તમારા મગજમાં છે!”

તમારો મિત્ર શું સાંભળે છેઃ આ મને તારાથી અને તારી રંગીન દુનિયાથી દૂર કરી દે છે! આ મને વધુ એકલતાનો અને નિરાશાનો અહેસાસ કરાવે છે અને હું મારા વિચારો અથવા લાગણીઓને નિયંત્રિત કરી શકતો નથી. હું મારા મનમાં જે ચાલી રહ્યું છે તેને કેવી રીતે બદલું ? પરંતુ તેના પહેલા મહેરબાની કરીને શું તુ મને વધુ સારી રીતે સમજી શકીશ ?

નિષ્ણાતો શું કહે છેઃ ડિપ્રેશન તમારા મિત્રનાં મગજમાં કે મનમાં હોતું નથી. ડિપ્રેશન માનસિક સ્વાસ્થ્યની જટીલ સમસ્યા છે જે સતત હતાશા લાવે છે અને જેનાથી રોજિંદા જીવનમાં રસ ઓછો થતો જાય છે. કોઇ વ્યક્તિના દર્દને કહેવું સંવેદના વિહિન હોય છે, જ્યારે એ બાબત નોંધવી મહત્ત્વપૂર્ણ છે કે શારીરિક બિમારીની જેમ માનસિક બિમારી માત્ર લાગણીઓ જ હોતી નથી, પરંતુ તે તબીબી સમસ્યાઓ છે જેની સારવાર કરવી આવશ્યક છે.

તમે જ્યારે કહો કેઃ “માત્ર શાંત અને સકારાત્મક રહે. તુ તારા જીવનમાં ખૂબ નકારાત્મક છે!”

તમારો મિત્ર શું સાંભળે છેઃ જ્યારે મને ગુસ્સો, દુઃખ, નિરાશા, એકલતા અને નાઉમેદ જેવી બધી લાગણીઓ એક સાથે હોય ત્યારે હું કેવી રીતે શાંત રહું ? જ્યારે તું કહે છે કે હું ખૂબ નકારાત્મક છું ત્યારે તે મને જ્યાં કશું જ સકારાત્મક બાકી રહ્યું ન હોય એવી મારી ભ્રામકતામાં વધુ ધકેલે છે. મારી વાસ્તવિકતા એવી છે કે હું ત્વરીત રીતે શાંત થઈ શકું નહીં.

નિષ્ણાતો શું કહે છેઃ ક્લિનિકલ ડિપ્રેશન સકારાત્મક બનીને ત્વરીત રીતે બહાર નીકળી શકો એવી નબળાઇ નથી. આ તમારા મિત્રના વિચારો, લાગણી અને વર્તણુકને અસર કરી શકે છે. ડિપ્રેશનના કેટલાક સામાન્ય લક્ષણોમાં નિરાશા, આંસુ સરવા, ખાલીપણું, નિરાશા, નકામા હોવાનો, અપરાધ ભાવના અને/અથવા આત્મહત્યાના સતત વિચારોનો સમાવેશ થાય છે. તેથી તમારા મિત્રને તેમના નકારાત્મક વિચારોને એક કોરે મૂકી દેવાનું જણાવવું એ ખાસ કરીને જ્યારે તેઓ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હોય ત્યારે ગંભીર મુશ્કેલી સર્જી શકે છે.

જ્યારે તમે કહો કેઃ “તારે હતાશ થવાની શું જરૂર છે ? ”

તમારો મિત્ર શું સાંભળે છેઃ ખરેખર મને ખબર નથી. મને કોઇ ખ્યાલ નથી કે આવું મારી સાથે કેમ થઈ રહ્યું છે. અને તું મને જ્યારે આ પૂછે છે ત્યારે મને એવું લાગે છે જાણે હું કોઇ ગંભીર ગુનો કરી રહ્યો હોઉં, પરંતુ વાસ્તવિકતા એ છે કે મારું કશા પર કોઇ નિયંત્રણ નથી. તુ કદાચ મને હું લઘુતાગ્રંથિમાં તણાઇ રહ્યો હોવાની મારી લાગણીથી રોકી શકે છે. માત્ર એટલું જ મને કહે કે બધુ સારું થઈ જશે.

નિષ્ણાતો શું કહે છેઃ કોઇ વ્યક્તિ ‘હતાશ’ થવા માગતી નથી અને તેની ખરેખર કોઇ ‘આવશ્યકતા’ નથી. ડિપ્રેશન બહુવિધ પરિબળોને લીધે થઈ શકે છે. તમારા મિત્રને આ જટીલ બિમારી શા માટે અસર કરે છે તેનું કોઇ એક કારણ હોતું નથી. પરંતુ આવી માગણી તેમને વધુ અપરાધ ભાવનાનો અહેસાર કરાવે છે અને વધુ દયનીય સ્થિતિમાં મૂકે છે, કારણ કે તે તેમના પર સીધો દોષારોપણ કરે છે. હતાશ હોય એવી કોઇ વ્યક્તિને શિકાર બનાવવી એ માત્ર નિષ્ઠુરતા જ નથી, પરંતુ તે તેમને નીચું બતાવે છે અને તેમની ઉપેક્ષા કરે છે.

જ્યારે તમે કહો કેઃ “બહાર નીકળ, તાજી હવામાં શ્વાસ લે અને ખરીદી કરવા જા. તને સારું લાગશે!”

તમારો મિત્ર શું સાંભળે છેઃ હું થાકી ગયો છું. હું અશક્ત છું. મને તૈયાર થવામાં અથવા ખરીદી માટે જવામાં કોઇ રસ નથી. નજીકની રેસ્ટોરેન્ટની મારી મનપસંદ સુશી વાનગી હવે મને સ્વાદવિહિન લાગે છે અને તેને ખાવામાં રૂચિ નથી. હું માત્ર એકલો રહેવા માગું છું. તારાથી અને તારી હેરાનગતિથી દૂર. મહેરબાની કરીને મને એકલો રહેવા દઈશ ?

નિષ્ણાતો શું કહે છેઃ ડિપ્રેશન જેવી માનસિક બિમારી સ્વાસ્થ્યની એક ગંભીર સમસ્યા છે, જેમાંથી બહાર નીકળવા માટે વ્યાવસાયિક અને પારિવારિક સહાયની આવશ્યકતા હોય છે. તમારા મિત્રને પથારીમાંથી ઊભા થવાનું અને બહાર જવાનું કહેવું એ સકારાત્મક હોઇ શકે છે પરંતુ તે રોગને નિવારવા માટે પૂરતું હોઇ શકે નહીં. આવી માગણી સામાન્યપણે તેમને વધુ પરેશાની અને એકલતાનો અહેસાસ કરાવે છે.

જ્યારે તમે કહો કેઃ “આળસું બનીશ નહીં અને દવાઓ પર આધાર રાખીશ નહીં! તું આની સારવાર તારી જાતે કરી શકે છે!”

તમારો મિત્ર શું સાંભળે છેઃ મેં આ લાગણીમાંથી બહાર આવવાનો પ્રયત્ન કર્યો હતો. મેં ખરેખર પ્રયત્ન કર્યો હતો, પરંતુ કશું થયું નહીં. ડિપ્રેશન ધીમી ગતિએ એક ગોળામાં ગૂંથાતું ગયું અને હું તેના માટે કશું કરી શક્યો નહીં. હવે મારા સાઇકોલોજિસ્ટ અને સાઇકિયાટ્રિસ્ટની મદદથી મને આશાનું એક કિરણ દેખાઇ રહ્યું છે. શું તને એવો ભય છે કે આ મારી ગુપ્ત લત છે ? કારણ કે મને ખબર પડતી નથી કે કોઇ બિમારી માટેની સારવાર કેવી રીતે કામ કરે છે તે તું કેમ સમજી શકે નહીં.

નિષ્ણાતો શું કહે છેઃ અન્ય બિમારીની જેમ જ ડિપ્રેશન માટે સારવારની યોજના દર્દીની સારવાર કરી રહેલા ફિઝિશિયન દ્વારા નક્કી કરવી આવશ્યક છે. કેટલાક લોકો ઉપચારની વિરુદ્ધ સલાહ આપી શકે છે, જ્યારે એ યાદ રાખવું મહત્ત્વપૂર્ણ છે કે પોતાના દર્દીની આવશ્યકતા અનુસાર આ બાબતોના નિર્ણય લેવાનું કડકપણે ડોક્ટર્સ પર છોડવું જોઇએ. જેવી રીતે ઉપચાર શારીરિક બિમારીને મટાડે છે તેવી રીતે એન્ટિડિપ્રેસન્ટ્સ સાજા થવા તરફ સકારાત્મક દરમિયાનગીરી તરીકે પણ કાર્ય કરે છે.

લાગણીશીલ હોવું

માનસિક તંદુરસ્તી શારીરિક તંદુરસ્તીની જેમ સફળ જીવન માટે આવશ્યક છે. શારીરિક બિમારીથી અલગ ડિપ્રેશન, તણાવ અને અસ્વસ્થતા જેવી માનસિક સ્વાસ્થ્યની ચિંતાઓને લગતી ભાષા નકારાત્મક વિચાર માટે બોજારૂપ હોય છે. ક્યારેક આપણે અજાણતા નકારાત્મક રૂઢીગત વિચારોને ટેકો આપીએ છીએ અને આપણા મિત્રો જેનાથી પિડાય છે તેને સામાન્ય ગણી લઈ છીએ. આનાથી તેમનો સામાજિક વ્યવહાર બંધ થાય છે અને આ સારું કરવાને સ્થાને વધુ હાનિ કરી શકે છે. તમે જ્યારે તમારા મિત્રને મદદ કરવા માટે ડગ ભરો ત્યારે વધુ સહાનુભૂતિપૂર્ણ બનવાથી અને તેમની અંદરની લાંછનની ભાવનાને ઘટાડવાથી હંમેશાં મદદ થાય છે.
X