लिव लव लाफ...
લેખ. 02 મે, 2019 ના રોજ પ્રકાશિત

વડીલોંમાં કેમ આપડે ડિપ્રેશનના લક્ષણો નજ઼રઅંદાજ઼ કરી નાખીએ છિયે

Depression in the Elderly

જેમ-જેમ આપડે પર્યાપ્ત સહયોગ વગર વ્યક્તિ -પ્રધાન સમાજ તરફ઼ વધી રહ્યા છિયે ,ડિપ્રેશન જેવી માનસિક સ્વાસ્થ્ય઼ ચિંતાઓ અતિવેગ સાથે વધતી જાય઼ છે . વિશ્વ સ્વાસ્થ્ય઼ સંગઠનના અનુસાર વિશ્વભરમાં ત્રણ સૌ મિલિયનથી પણ વધુ લોકોં ડિપ્રેશનથી પીડિત છે. આ તકલીફ઼ વિવિધ આયુ વર્ગના લોકોંમાં વિભિન્ન રૂપે ઉભરતી દેખાય઼ છે .

માનસિક સ્વાસ્થ્ય પ્રતે બાળપણ અને જુવાનીમાં પ્રાથમિકતા અને પ્રધાનતા આપાવામાં આવે છે, અને ઉમર વધે ત્યારે તેના પ્રતે બેદરકારી થાય઼ છે . આમાં કેટલો વિરોધાભાસ છે, કારણકે મોટી ઉમરે મનોવૈજ્નાનિક સમસ્યાઓં પેહલા કરતા પણ વધે છે. વયોવ્ર઼દ્ધ અવસ્થામાં તબીયત નરમ પડે અને જીવનનાં સંજોગોં અકી સાથે બદલાતા હોય છે.

વિશ્વ સ્વાસ્થ્ય઼ સંગઠન અનુસાર , ભારતની 21.9 % જનસંખ્યા ડિપ્રેશન થી પીડિત છે . આ આંકડો દુનિયાનાં બાકી દેશોં કરતા વધારે છે. સામાન્ય દરે બીજા દેશોંમાં આ આંકડો 7% દર્જ છે . મોટી ઉમરનાં લોકોંમાં એકજ સાથે અનેક બીજી પણ તકલીફોં જોવા મળે છે , એટલે માનસિક બીમારીના લક્ષણોં તરફ઼ ધ્યાન રાખવુ જ઼રૂરી છે.

દાખલા તરીકે ઓછી થતી નિદ્રા અથવા ઘટતી  ભૂખ કે કમાજોર પડવી યાદ શક્તિ માનસિક બીમારીના અમુક લક્ષણ છે જે થાઈરોડ , હ્ર઼દય઼ રોગ , આર્થરાઈટિસ કે ડિમેંશિયાના કારણે પણ હોઈ શકે . 

ક્યારેય તમે વિચાર્યુ છે કે ઘરમાં કોઈ વડીલ , જે ઘડી ઘડી નબળી પડતી  યાદશક્તિ કે ઓછી નિદ્રાનાં લક્ષણ ધરાવે છે , તે કદાચ અણગમો અથવા કે ડિપ્રેશનના શિકાર હોઈ શકે છે ? ડિપ્રેશન જેવી માનસિક સ્વાસ્થ્ય  ચિંતાઓં અનેક સામાજિક , વ્યાવહારિક , મનોજૈજ્નાનિક અને દેહિક કારણોંના લીધે થઈ શકે છે .

મોટા ભાગે ડિપ્રેશનનાં ચિન્હોં અને લક્ષણોંમાં ઉત્સાહ વગરનો મૂડ , અણગમો , વજનનું વધવુ અથવા ઘટવુ , મૂલ્યહીનતા અને અર્થહીનતા નો ભાવ ,થાવ , ઘબરાહટ અને ઊંઘ ની કમી જેવી તકલીફોં શામિલ છે . ઉમર વધવા સાથે આમાંના અમુક લક્ષણ સામાન્ય રીતે જોવા મળતા હોય છે, એટલે ડિપ્રેશન ની વાત ઘણી વાર દબાય જાતી હોય છે 


ડિપ્રેશન : સામાન્ય઼ રીતે વધતી ઉમરનો અંગ નથી

મોટી ઉમરના વડીલોંને પણ બાકી ઉમરના લોકોંની જેમજ ચિંતાજનક કારણોં થી વ્યથા થાય઼. પણ તેઓને તેમની ઉમર પ્રમાણે બીજી તકલીફોં ભી નડતી હોય છે .

દાખલા તરીકે , કોઈ પ્રિયજનને ખોવી દેવાના કારણે તનાવ, સેવાનિવ્ર઼ત્તિ , સામાજિક સહકાર પ્રણાલીનો અભાવ અને મેડિકલ બીમારી જેવા કારણોં વડીલોંના મનમાં ઊંડો આઘાત પૈદા કરી શકે છે. આવા કેસમાં ખાસ કરીને, ચિંતાજનિત ચિન્હોં- જેમકે કમજોર યાદ શક્તિ , અનિયમિત નિદ્રા પ્રક્રિયા , જીવન પ્રતે ઉત્સાહની કમી અથવા અરુચિ અને ઘણી વાર મ્ર઼ત્યુ બાબદ ખૌફનાક વિચારોંને વધતી ઉમર સાથે જોડાયેલ લક્ષણોં  , ડિમેંશિયા અથવા શારીરિક  બીમારી માની ના લેવી જોઇયે .

આજ કારણ છે કે મેડિકલ સહયોગ અને વિશેષજ્નની સલાહ આ બાબતને સમઝવા માટે ખૂબ જ઼રૂરી બને છે .

ઘણા ખરા કેસમાં ઉમર સાથે લોકોં માં નાની -નાની વાતોં માં ભૂલી જવાની ઘટનાઓં , લોકોંના નામ અથવા પોતે મુકેલી વસ્તુ  ભૂલવાની વાત કે જગ્યાને યાદ રાખવાની જદ્દોજહદ જોવા મળે છે . પણ તેના કારણે લોકોંની દૈનંદિન ચર્યામાં બાધા નહી આવતી અથવા તેમની સ્વતંત્રતાને નડતર નથી બનતી . ડિપ્રેશનનાં પ્રાથમિક લક્ષણ તરીકે ઉપજતી કમજોર યાદ શક્તિની શિકાયત , આગળ ચાલીને ડિસોરિયેંટેશન એટલે કે ભટકાવ  અને સંવાદાહીનતામાં પરિણમી શકે. નિયમિત જીવનને અસ્ત-વ્ય઼સત કરી શકે . સાધારણ રીતે કમાજોર યાદ શક્તિ તરીકે શરુ થનારી તકલીફ઼નું નિદાન જો ના કાઢ઼વામાં આવે, તો ઘણી વાર આ વડીલોંમાં ડિપ્રેશન જેવી ગંભીર  સ્થિતિમાં પરિણમી શકે છે. આ વાત ' દિ લિવ લવ લાફ઼ ફાઊંડેશનની ચેયરપર્સન ,એન્ના ચેંડી વ્યક્ત કરે છે . તેઓ એશિયાની સૌ પ્રથમ સર્ટિફાઇડ ટ્રાંસનેશનલ એનાલિસ્ટ છે, જેમણી પાસે આ થેરેપીમાં 20 વર્ષથી વધુ અનુભવ છે

નોંધ કરવા જેવુ છે કે વધતી ઉમરમાં તબિયત સંબંધિત અનેક પીડાઓં થાય઼ છે, પણ ડિપ્રેશન જેવી માનસિક તકલીફ઼ના ઇલાજ્ની પ્રક્રિયાને અપનાવીને આને દૂર કરી શકાય઼ છે . બસ જ઼રૂરી છે સહી તબીબ અને થેરેપિસ્ટનું કોંબિનેશન. સાથે સાથે પારિવારિક સમર્થન જેના ફળસ્વરૂપે ઘરના વડીલ અને પ્રિયજનોંની માનસિક સ્થિતિમાં સુધાર લાવી શકાય઼ છે .

અગર તમારે ત્યાં કોઈ વડીલ હોય, જેમને પ્રોફેશનલ સહકારની દરકાર હોય, તો ક્ર્પા કરીને આ વેબસાઈટ પર લોગ ઓન કરો , અને પોતાના નજ઼દીકી સ્થાને થેરેપિસ્ટની જાણકારી પ્રાપ્ત કરો : www.thelivelovelaughfoundation.org/therapist.html

X